મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામની સરકારી શાળા શ્રીમતિ આર.બી. પટેલ અને એનએલજી મહેતા હાઈસ્કૂલનું ધોરણ 10નું ઝળહળતું 96.88 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10માં શાળાના 32માંથી 31 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 2 વિદ્યાર્થીને ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. શાળાની વિદ્યાર્થિની ક્રિષ્ના ચાડમિયાએ 88.50 ટકા, જાનકી મંદરિયાએ 84.67 ટકા અને હસ્તી થરેસાએ 83.33 ટકા ગુણાંક મેળવ્યા છે.