કુલ રૂ. 49,400નો વિદેશી દારૂ કબ્જે, 2 શખ્સો પકડાયા, 1 શખ્સની શોધખોળ ચાલુ હળવદ : હળવદમાં સર્કિટ હાઉસ ચોકડી નજીક વિદેશી દારૂની 95 બાટલો ભરેલી કાર ઝડપાઇ છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 1ના રોજ હળવદમાં સર્કિટ હાઉસ ચોકડી નજીક સફેદ કલરની ઇકો કાર નં. GJ-24-A-9238 માં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂની રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કીની સીલપેક બોટલ નંગ 95 (કી.રૂ. 49,400) ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહીત કુલ રૂ. 1,29,400નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે તેજસીંગ મોતીસીંગ પઢીયાર (ઉ.વ. ૫૦), જગદીશજી માદેવજી ખોડીયા (ઉ.વ. ૩૦)ને પકડી પાડ્યા છે. તથા માલ મોકલનાર મોહનભાઇ બીસ્નોઇ (રહે બધા તા. સાંચૌર, જી. ઝાલોર (રાજસ્થાન))ની શોધખોળ ચાલુ છે.