મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 1લી એપ્રિલ ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, મગફળી, જીરું, સફેદ ચણા, સુવાદાણા, ધાણા, તુવેર, ચણા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1881 ક્વિન્ટલ એટલે કે 9406 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 534 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 322 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4300 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1460 બોલાયા છે. મગફળીના 1000, સફેદ ચણાના 1565, સુવાદાણાના 1500, ધાણાના 1300, તુવેરના 1312, ચણાના 1060, રાયના 1239 અને રાયડાના 1030 સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 520 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2800 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.