મોરબીના વિશિપરામાં પોલીસે રીક્ષામાં દારૂની હેરફેર પકડી પાડ્યો, હળવદમાં રહેણાંકમાં દરોડોમોરબી : મોરબી પોલીસે વિદેશી દારૂના અલગ અલગ બે દરોડામાં હળવદમાં રહેણાંકમાંથી ચાર બોટલ વિદેશી દારૂ પકડી પાડી મોરબીના વીસીપરામા રીક્ષામાં વિદેશી દારૂની હેરફેર ઝડપી લઈ એક શખ્સને વિદેશી દારૂની 90 બોટલ તેમજ રીક્ષા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરામા વિજયનગર મેઈન રોડ ઉપરથી શંકાસ્પદ સીએનજી રીક્ષા નંબર જીજે - 03 - એએક્સ - 9281 અટકાવી તલાશી લેતા આરોપી જાવેદ ઉમરભાઈ જેડા ઉ.20 રહે.કુલીનગર વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 90 બોટલ કિંમત રૂપિયા 57,690 મળી આવતા રૂ.25 હજારની કિંમતની સીએનજી રીક્ષા કબ્જે કરી હતી. આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી સાજીદ કાદરભાઈ લધાણીનો હોવાની કબૂલાત આપતા પોલીસે સાજીદને ફરાર દર્શાવ્યો હતો.જ્યારે બીજા દરોડામાં હળવદ પોલીસે શહેરના ખારીવાડી વિસ્તારમાં આરોપી રાણાભાઈ ઉર્ફે તુષાર ખોડાભાઈ મૂંધવામાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચાર બોટલ કિંમત રૂપિયા 2372 ઝડપી લઈ આરોપી રાણા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.