આગામી વિધાનસભા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં 18896 મતદારો પ્રથમ વખત મતદાન કરશે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ વાંકાનેરમાં અને સૌથી ઓછા ટંકારા બેઠકમાં મતદારો ઉમેરાયા મોરબી : વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે ચૂંટણીતંત્ર દ્વારા 1-10-2022ની સ્થિતિએ રાજ્યભરમાં નવી મતદાર યાદી જાહેર કરી છે. મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો ત્રણેય વિધાનસભા બેઠકોમાં કુલ મળી પાંચ વર્ષમાં નવા 92235 મતદારો ઉમેરાયા છે જેમાં સૌથી વધુ મતદારો વાંકાનેર વિધાનસભા બેઠક મતવિસ્તારમાં ઉમેરાયા છે. મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મોરબી જિલ્લામાં વર્ષ 2017ની તુલનાએ ત્રણે વિધાનસભા બેઠક મતવિસ્તારમાં કુલ મળી 92235 મતદારો ઉમેરાયા છે.વર્ષ 2017માં મોરબી જિલ્લામાં કુલ મળી ત્રણેય વિધાનસભા મતદાર વિસ્તારમાં કુલ 7,25,100 મતદાર હતા જે વધીને 2022માં 8,17,335 થયા છે. વિધાનસભા બેઠક વાઈઝ આંકડા જોઈએ તો વર્ષ 2017માં મોરબી વિધાનસભા બેઠકમાં 1,34,271 પુરુષો અને 1,21,698 મહિલા સામે વર્ષ 2022માં મતદારો વધીને 1,48,695 પુરુષ અને 1,37,988 મહિલાઓ તેમજ 3 અન્ય મતદાર મળી મોરબી બેઠકમાં કુલ 2,86,686 મતદાર થયા છે. એ જ રીતે ટંકારા બેઠકની સ્થિતિ જોઈએ તો વર્ષ 2017માં 1,16,009 પુરુષ અને 1,08,511 સ્ત્રી અને 1 અન્ય મતદાર સહીત કુલ 2,24,521 મતદાર નોંધાયેલ હતા જેની સામે વર્ષ 2022માં ટંકારા વિધાનસભા ક્ષેત્રમાં 1,28,131 પુરુષ, 1,21,313 સ્ત્રી મતદાર સહિત 2,49,444 મતદારો થયા છે. વાંકાનેર વિધાનસભાની સ્થિતિ જોઈએ તો વર્ષ 2017માં વાંકાનેર વિધાનસભામાં 1,27,733 પુરુષ મતદાર અને 1,16,875 સ્ત્રી મતદાર નોંધાયેલ હતા જેની સામે પાંચ વર્ષના સમયગાળામાં મતદાર નોંધણી ઝુંબેશ બાદ વર્ષ 2022માં વાંકાનેર મતક્ષેત્રમાં 1,45,221 પુરુષ, 1,35,983 સ્ત્રી અને એક અન્ય મતદારના ઉમેરા સાથે વાંકાનેર બેઠકમાં કુલ મતદારની સંખ્યા 2,81,205 થઇ છે. ત્રેણય બેઠકમાં મતદારોની સંખ્યા વધવાના આંકડા વિગતે જોઈએ તો વર્ષ 2017થી 2022ના પાંચ વર્ષના ગાળામાં મોરબી વિધાનસભા બેઠકમાં 30,715, વાંકાનેર બેઠકમાં 36,597 અને ટંકારા બેઠકમાં કુલ 24,923 મતદારોનો ઉમેરો થયો હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું છે. બોક્સ મોરબીના 30થી 39 વર્ષના યુવાન મતદારો ચૂંટણીમાં નિર્ણાયક બનશે મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં યુવા મતદારોનું મતદાન નિર્ણાયક બની રહેનાર છે ત્યારે વર્ષ 2022ની છેલ્લી સ્થિતિ મુજબ ત્રણેય બેઠકના કુલ મળી 8,17,335 મતદાર પૈકી 30થી 39 વર્ષના સૌથી વધુ મતદારો છે જેમાં આ વયના કુલ 2,12,089 મતદારોનું મતદાન કોઈપણ પક્ષના ઉમેદવારને હરાવવા કે જીતવા માટે નિમિત્ત બનશે. આ ઉપરાંત 20થી 29 વર્ષના 1,75,774 મતદારની ભૂમિકા પણ મહત્વની રહેશે. મોરબી જિલ્લામાં ઉંમર પ્રમાણે મતદાર 18થી 19 વર્ષ -- 18896 20થી 29 વર્ષ --1,75,774 30થી 39 વર્ષ --2,12,089 40થી 49 વર્ષ--1,53,481 50થી 59 વર્ષ --1,19,722 60thi 69 વર્ષ --79,899 70થી 79 વર્ષ 39,641 80થી વધુ વર્ષ --17,833