માતૃભાષા અભિયાન અંતર્ગત 06 સપ્ટેમ્બરે સવારે 9 થી 11:30 વાગ્યા સુધી આયોજન: પુસ્તકોનું દાન પણ સ્વીકારાશેમોરબી અપડેટ: મોરબીમાં માતૃભાષા અભિયાન અંતર્ગત લોકોમાં વાંચન પ્રત્યેનો પ્રેમ વધારવાના હેતુથી આવતીકાલે તારીખ 06/09/2026 ને રવિવારના રોજ મોરબીમાં 91મા 'પુસ્તક પરબ' નું આયોજન કરવામાં આવ્યું છે.આ પુસ્તક પરબ શનાળા રોડ પર આવેલા સરદાર બાગ ખાતે સવારે 9:00 થી 11:30 કલાક સુધી યોજાશે. અહીં સાહિત્યપ્રેમીઓ અને વાંચનનો શોખ ધરાવતા નાગરિકો માટે 4000 થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ રહેશે.આ કાર્યક્રમમાં વાચકો માત્ર પુસ્તકો વાંચી જ નહીં શકે, પરંતુ જો કોઈ નાગરિકો પોતાની પાસે રહેલા પુસ્તકો અન્ય લોકોના લાભાર્થે આપવા માંગતા હોય તો તે પુસ્તકોનું ડોનેશન પણ અહીં સ્વીકારવામાં આવશે. આયોજકો દ્વારા તમામ નગરજનો અને સાહિત્યપ્રેમીઓને આ પુસ્તક પરબમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #PustakParabMorbi #MorbiNews #Reading #MatrubhashaAbhiyan #Morbi #BookDonation