મોરબી : આજ રોજ તારીખ 13 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, અડદ, સહિતના પાકોની આવક થઈ છે. આજ રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1827 ક્વિન્ટલ એટલે કે 9135 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1489 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 740, તલના 2242, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1130 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4450 જેટલા બોલાયા છે. અડદના 1480 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.