મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અને જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષ સ્થાને રંગપર ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના સંયુક્ત ઉપક્રમે રંગપર ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 91 યુનિટ બ્લડનું રક્તદાતાઓના સહયોગથી એકત્ર કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં મહેન્દ્રનગર જિલ્લા પંચાયત સીટના સદસ્ય જાનકીબેનના પતિ જીજ્ઞેશભાઈ કૈલા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, પીપળી તાલુકા પંચાયત સીટના સદસ્ય રાકેશભાઈ કાવર, TDO પીઠાભાઈ ડાંગર, THO કોટડીયા, MO નિકુંજ સબાપરાએ હાજર રહીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે રંગપર ગ્રામ પંચાયતના સરપંચ મેઘરાજસિંહ ઝાલા, તેમજ પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો અને ગામના આગેવાનો અને ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સરપંચ મેઘરાજસિંહ ઝાલાએ તમામ પદાધિકારીઓ અને તમામ રકતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.