ક્લોક એસોસિએશનના નિર્ણય સાથે સહમત થનારા સભ્યો મોરબીમાં 21 દિવસના લોકડાઉનમાં મજૂરોને પગાર ચૂકવાશે મોરબી : મોરબીના ક્લોક એસોસિએશનના પ્રમુખે 21 દિવસની રજા દરમ્યાન મજૂરો સહિતના તમામ કર્મચારીઓને પગાર ચુકવવાની પહેલ કરી હતી. જેને આ એસોસિએશનના 90 ટકા સભ્યોએ સહમતી દર્શાવી લોકડાઉન દરમિયાન કર્મચારીઓને સવેતન રજા આપી પગાર ચૂકવાશે તેવો અત્યંત આવકારદાયક નિર્ણય લઈ મોરબીના આ નાના ઉદ્યોગકારોનું દિલ મોટું હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીમાં લોકડાઉનને સમર્થન આપીને મોરબીના લાતીપ્લોટમાં આવેલ ઘડિયાળ અને મેન્યુફેક્ચર્સના નાના મોટો ઉધોગો હાલ બંધ છે. ત્યારે આ ક્લોક એન્ડ મેન્યુફેક્ચર્સના એસોસિએશનની અપીલ બાદ 90 ટકા સભ્યોએ સહમતીથી જાહેરાત કરી છે કે ઘડિયાળ ઉધોગના કર્મચારીઓને 21 દિવસના લોકડાઉન દરમ્યાન પણ પગાર ચુકવશે. જેમાં મોરબી ક્લોક એન્ટ પાટર્સ મેન્યુફેક્ચર્સના એસોસિએશન પ્રમુખ શશાંક દંગીએ આ એસોના તમામ સભ્યોને એવી અપીલ કરી હતી કે હવે 21 દિવસનું લોકડાઉન હોય ઘડિયાળ ઉધોગ 21 દિવસ દરમિયાન બંધ રહેશે તેથી તમારા ઉધોગમાં કામ કરતા કર્મચારીઓ, મજૂરોને સવેતન રજા આપે. જેમાં 21 દિવસની રજાઓમાં પણ તમામ કર્મચારીઓને પગાર ચુકવવાની અપીલ કરી હતી. તેમની આ અપીલને એસો.ના 90 ટકા સભ્યોએ વધાવી લીધી છે અને 21 દિવસની રજા દરમિયાન પણ તેમની કંપનીના તમામ કર્મચારીઓને પગાર ચુકવશે તેવો 90 ટકા સભ્યોએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/