હળવદ : મોડી રાત્રે હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ગાંધીનગરથી ભુજ જતી ખાનગી બસ પલટી જતાં 9 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે 1-30 વાગ્યાની આસપાસ દેવળીયા પાસેથી પસાર થઈ રહેલી ગાંધીનગરથી ભુજ જતી ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________