સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ અલગ બે દરોડામાં નવ જુગારીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઈન્દીરાનગર ખોડિયાર મંદિરવાળી શેરમાં દરોડો પડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી, હિતેષભાઇ બાબુભાઇ મુછડીયા, સચીનભાઇ ધીરૂભાઇ સોલંકી, ગૈાતમભાઇ ભાવેશભાઇ પરમાર, મુકેશભાઇ નાનજીભાઇ મકવાણા, વિપુલભાઇ ઉર્ફે અશોકભાઇ મુળજીભાઇ ચાવડા અને મહેશભાઇ અરજણભાઇ પરમારને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,430 કબ્જે કર્યા હતા. જયારે બીજા દરોડામાં ઈન્દીરાનગર પાણીના ટાંકા નજીકથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શામજીભાઇ બાબુભાઇ વાઘાણી, અજયભાઇ ગેલુભાઇ સીતાપરા અને અમીતભાઇ નવઘણભાઇ આત્રેસાને તિનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા 4560 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.