માળીયા પોલીસે માસ્ક વગર બહાર ફરતા એક વ્યક્તિને કાયદાનું ભાન કરાવ્યું મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્ર્મણ વધતા મોરબી શહેર અને વાંકાનેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છતાં હજુ પણ અણસમજુ લોકો રાત્રી કર્ફ્યુમાં આંટાફેરા કરતા હોય મોરબીમાં પોલીસ માનવીય અભિગમ અપનાવવાની સાથે થોડી કડક પણ બની છે ત્યારે ગઈકાલે મોરબી સિટીમાં 9 વ્યક્તિઓ સામે કર્ફ્યુ ભંગ બદલ કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જોકે વાંકાનેરમાં એક પણ કર્ફ્યુ ભંગનો કિસ્સો સામે આવ્યો નથી ઉપરાંત માળીયા પોલીસે માસ્ક વગર ફરતા વ્યક્તિને કાયદાનું ભાન કરવાનો નિત્યકર્મ જાળવી રાખ્યો હતો. રાત્રી કર્ફ્યુની અમલવારી માટે મોરબી શહેર અને વાંકાનેરમાં 300 પોલીસ કર્મચારીઓને મેદાને ઉતારાયા છે જે અન્વયે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જુના બસસ્ટેશન પાસેથી અમીરહુશને સુલતાનભાઇ સુમરા, કાદરભાઇ હબીબભાઇ ભટી, સલીમભાઇ બેચુભાઇ સીદીકી, મોરબી નગર દરવાજા ચોક પાસેથી રજનિકાંતભાઈ નટુભાઈ ગજ્જર, વીસી ફાટક પાસેથી અલીખાન ઉસ્માનખાન પઠાણ, રાજનગરના નાકા પાસેથી જીગ્નેશભાઇ શંકરભાઇ કૈલા અને મનોજભાઇ હસમુખભાઇ મણીપરા રાત્રી કર્ફ્યુમાં કારણ વગર આંટાફેરા કરતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. જયારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા વીસીપરા મેઇન રોડ ઉપર સાગર સુનીલભાઇ વાઢારાજા, વિદ્યુનગરના ઢાળ પાસે અશોકભાઇ શાંતીલાલભાઇ ભાટ્ટીને કર્ફ્યુ ભંગ બદલ કાયદાકીય પાઠ ભણાવી જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી હાથ ધારી હતી ઉપરાંત માળીયા મીંયાણા પોલીસે અહીંના વાગડીયા ઝાપા પાસેથી મહેશભાઈ દેવશીભાઈ અદગામાને માસ્ક વગર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.