મોરબી : માર્ચ એન્ડીંગને પગલે આગામી તારીખ 23 માર્ચ થી 31 માર્ચ સુધી મોરબી માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે.મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા જનરલ કમિશન એજન્ટ ભાઈઓ, ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓને જાણ કવરામાં આવી છે કે, 23 થી 31 માર્ચ દરમિયાન યાર્ડમાં અનાજ વિભાગમાં રજા રહેશે. 22 માર્ચ ને શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યારબાદ આવક બંધ કરી દેવાશે. 23 માર્ચ ને શનિવારે પેન્ડિંગ માલની હરરાજી લેવામાં આવશે. 31 માર્ચ ને રવિવારના રોજ બપોરે 4 વાગ્યાથી આવક ફરીથી શરૂ કરવામાં આવશે અને 1 એપ્રિલ ને સોમવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરરાજીનું કામકાજ શરૂ થશે જેની સર્વેએ નોંધ લેવી.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..