હળવદ : હળવદના શિવપુર ગામે જુગાર રમતા ૯ શખ્સોને પોલીસે પકડી પાડી તેઓની પાસેથી રૂ. ૫૬ હજારની રોકડ કબ્જે કરી છે. આ સાથે તમામ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી ચલાવી છે. હળવદ પોલીસે શીવપુર ગામે દરોડો પાડી ભગવાનજીભાઈ હેમુભાઈ ભાટીયાના રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી શેરીમાં જુગાર રમતા ભગવાનજીભાઈ હેમુભાઈ ભાટીયા ઉ.વ.૪૫, કાનજીભાઈ ગફલભાઈ ચૌહાણ ઉ.વ.૩૪, હસમુખભાઈ ચંદુભાઈ સારલા ઉ.વ. ૩૦, રાજુભાઈ દિનેશભાઈ સારલા ઉ.વ.૨૪, શૈલેષભાઈ દેવજીભાઈ સારલા ઉ.વ.૨૯, રાજેશભાઈ મોહનભાઈ ગૌસ્વામી ઉ.વ.૩૪, ગોપાલભાઈ બેચરભાઈ પરમાર ઉ.વ.૨૧, મનસુખભાઈ વાલજીભાઈ દેકાવાડીયા ઉ.વ.૨૫, નારણભાઈ શીવાભાઈ ફુલતરીયા ઉ.વ.૬૦ વાળાને રૂ.૫૬,૭૦૦/-ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં પીઆઇ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. કીરીટભાઈ જાદવ પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ, પો.કોન્સ. બીપીનભાઇ પરમાર તથા પો.કોન્સ કમલેશભાઇ પરમાર જોડાયેલ હતા.