સિટી એ ડિવિઝન પોલીસે જુગારના બે દરોડામાં 29,950ની રોકડ કબ્જે કરી મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા લાતીપ્લોટ અને માધાપરમાં જુગાર અંગે બે દરોડા પાડી નવ જુગારીઓને રોકડા રૂપિયા 29,950 સાથે દબોચી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં સિટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ 2-3માંથી જાહેરમાં જુગાર રમતા કિશોરભાઇ બાબુલાલ મોવાડીયા, અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમા, કબીરશા અલીશા સૈયદ, કીરીટભાઇ બાબુભાઇ અગેચણીયા અને સોહીલભાઇ રસુલભાઇ સુમરાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 16,450 સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં ગોવીંદભાઇ હરજીભાઇ મુંધવા, અનવરઅલી ગુલામહુશૈન રાજાણી, રસુલશા કરીમશા શાહમદાર અને દયાલજીભાઇ રતીલાલભાઇ પરમારને માધાપર શેરીનં.5માં જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,500 કબ્જે લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..