મોરબી : મોરબી તાલુકા પોલીસે જુગાર સામે જંગ ચાલુ રાખી ગઈકાલે બે અલગ અલગ દરોડામાં સાદુળકા ગામેથી 6 અને મોડપર ગામેથી 3 જુગારીઓને પકડી પાડયા હતા. જો કે, સાદુળકા ગામે દરોડા દરમિયાન એક જુગારી નાસી ગયો હતો.મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે નવા સાદુળકા ગામે પતારીયા વોકળાની બાજુમાં જુગારની મહેફિલ માંડીને બેઠેલા આરોપી કિશોરભાઇ લાલજીભાઇ ચારોલા, અશોકભાઇ વેરશીભાઇ કારૂ, પીન્ટુભાઇ ફુલજીભાઇ ચારોલા, જગદીશભાઇ સવજીભાઇ ઝઝવાડીયા, પરેશભાઇ બાબુભાઇ પરેચા અને કિશનભાઇ વેરશીભાઇ કારૂને રોકડા રૂપિયા 21 હજાર સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી ખેંગારભાઇ અવચરભાઇ વરાણીયા નાસી જતા સાતેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે મોડપર ગામે બાતમીને આધારે દરોડો પાડી ઝવેરભાઇ રમુભાઇ દેલવાડીયા, ભરતભાઇ હેમુભાઇ દેલવાડીયા અને રમેશભાઇ નાનજીભાઇ બડઘાને રોકડા રૂપિયા 10,100 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.