મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઇન્દીરાનગરમાં વિપુલનગર સોસાયટીમાં રમાતા જુગાર ઉપર દરોડો પાડી 9 શખ્સોને રૂ.31,650ની રોકડ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 1) નિલેશભાઈ દિનેશભાઈ દેથરીયા, 2) રાજભાઈ પ્રજાપતિ, 3) કેતનભાઈ પરેશભાઈ પારેખ, 4) વૈભવભાઈ મનોજભાઈ ઝીઝુવાડીયા, 5) મયુરભાઈ લક્ષ્મણભાઈ અંબાલીયા, 6) પ્રકાશભાઈ બચુભાઈ અંબાલીયા, 7) અજયભાઈ ગોપાલભાઈ વડલકિયા, 8) અજીતભાઈ શામજીભાઈ ઝાપડીયા, 9) રાહુલભાઈ ગીરીશભાઈ પરમારને પકડી ગુનો નોંધવામાં આવ્યો છે.