ધૂન-ભજન, મહાઆરતી અને ભોજન સમારંભ સાથે ભક્તિભાવપૂર્વક પાટોત્સવ ઉજવાયોમોરબી : શનાળા રોડ પર આવેલા મોરબી માર્કેટિંગ યાર્ડ મુકામે હનુમાનજી મંદિરના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગત તારીખ 11/7/2026 ના રોજ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સમસ્ત યાર્ડ પરિવાર દ્વારા સાથે મળીને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિરના 8મા પાટોત્સવ નિમિત્તે માર્કેટિંગ યાર્ડ ખાતે ધૂન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત યાર્ડના સભ્યોએ સાથે મળીને ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી આ ધાર્મિક દિવસની ઉજવણી કરી હતી.#Morbi #MorbiUpdate #MarketingYard #HanumanjiMandir #Patotsav #MorbiNews #GujaratNews