મોરબી સીટી. એ.ડીવી.માં 26, બી ડીવી.માં 16, મોરબી તાલુકામાં 2, વાંકાનેર સીટી.માં 8, વાંકાનેર તાલુકામાં 14, માળીયા મી.માં 3, ટંકારામાં 13 અને હળવદમાં 6 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : સમગ્ર દેશમાં લાગુ થયેલા લોકડાઉન સાથે જ મોરબીમાં પણ જાહેરનામાનો અમલ શરૂ કરાવવામાં આવ્યો હતો. જો કે લોકડાઉનના 14માં દિવસે મોરબી જિલ્લામાંથી 88 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં, મોરબી સીટી. એ.ડીવી. વિસ્તારમાં 26 લોકો સામે, બી ડીવી. પોલીસ મથક વિસ્તારમાં 16, મોરબી તાલુકામાં 2, વાંકાનેર સીટી.માં 8, વાંકાનેર તાલુકામાં 14, માળીયા મી.માં 3, ટંકારામાં 13 અને હળવદમાં 6 લોકો વિરુદ્ધ લોકડાઉનના જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી તમામ સામે કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોરોનાની મહામારીને કાબુમાં લેવા તંત્ર દ્વારા 24 માર્ચથી જ લોકોને સેંકડો વખત અપીલ કરવામાં આવી હોવા છતાં લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજતા નથી અને ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે હવે પોલીસ પણ લોકડાઉનનો ભંગ કરનાર તમામ લોકો સામે આકરા પાણીએ છે.