મોરબી : મોરબી મ.ક.સ.સુ જ્ઞાતિ-ટ્રસ્ટ તરફથી દરજી સમાજના તમામ ગોળ તેમજ સમગ્ર ગુજરાત/સૌરાષ્ટ્રમાં સહુ પ્રથમ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ યોજના અંતર્ગત મોરબી ના જ્ઞાતિજનો માટે રજીસ્ટ્રેશન કેમ્પનું તા. 21 ડિસેમ્બરને ગુરુવારના રોજ દરજી જ્ઞાતિની વાડી- મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુંઆ કેમ્પમાં મોરબી મ.ક.સ.સુ દરજી સમાજના જ્ઞાતિજનો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કેમ્પમાં કુલ ૮૭(સત્યાસી) સભ્યોનું આ યોજના અંતર્ગત સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું.કેમ્પના આયોજન માટે માર્ગદર્શનીય સહયોગ અને સહકાર માટે જીલ્લા ઉધોગ કેન્દ્ર (કલેક્ટર ઓફિસ) - મોરબીના તમામ સ્ટાફ તથા CSC કેન્દ્રના તમામ સ્ટાફ તેમજ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડનાર તમામ ટ્રસ્ટીઓ તથા કાર્યકર મિત્રો અને જ્ઞાતિજનોનો મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.