મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 21 એપ્રિલ ને સોમવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, સુવાદાણા, મેથી, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1720 ક્વિન્ટલ એટલે કે 8600 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 577 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 300 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4650 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1500 બોલાયા છે. તલના 1853, જીણી મગફળીના પ્રતિમણ 1120, સુવાદાણાના 1600, મેથીના 852, તુવેરના 1233, ચણાના 1074, એરંડાના 1180, રાયના 1250 અને રાયડાના 1038 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1300 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.