સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત સેવાયજ્ઞમાં ઉદ્યોગકારો અને સ્ટાફ પરિવારનો સહયોગ રહ્યોમોરબી અપડેટ : મોરબી નેશનલ હાઈવે પર આવેલી વરમોરા ગ્રેનીટો લિમિટેડ ખાતે તારીખ 10 ઓગસ્ટના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 86 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પ્રમોદભાઈ વરમોરા, મનીષભાઈ વરમોરા, ભરતભાઈ વરમોરા, એચ.આર. અવિનાશભાઈ પાંડે તેમજ વરમોરા ગ્રેનીટો લિમિટેડના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ માનવતાવાદી કાર્ય બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા દ્વારા તમામ આયોજકો, રક્તદાતાઓ તેમજ વરમોરા ગ્રેનીટો લિમિટેડના સમસ્ત સ્ટાફ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #VarmoraGranito #BloodDonationCamp #SanskarBloodCenter #SocialService #MorbiNews #GujaratNews