બી.એ., બી.એડ. ઉમેદવાર પાસે હાથ ઉપર માત્ર 15 હજારની રોકડ : એક ઇનોવા કાર વાંકાનેર : વાંકાનેર - કુવાડવા બેઠક ઉપર જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવિદ પીરઝાદા છેલ્લી ત્રણ ટર્મથી સતત વિજય વાવટા ફરકાવી રહ્યા છે, ગઈકાલે તેઓએ ઉમેદવારી પત્ર રજૂ કરવાની સાથે જાહેર કરેલા સોગંદનામા મુજબ તેમના અને તેમના પત્ની સહિત તેઓ 85 લાખની સંપત્તિ ધરાવે છે. તેઓ અને તેમના પત્ની પાસે કુલ મળી 25 હજારની રોકડ છે અને તેઓએ બીએ, બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે.તેઓની સ્થાવર,જંગમ મિલ્કત અને લોન સહિતની વિગતો નીચે મુજબ છે. વાંકાનેર - મહમદ જાવિદ પીરઝાદા અભ્યાસ : બી.એ. બી.એડ. ધંધો : સમાજ સેવા, ખેતી સ્થાવર મિલ્કત : 69,00,000 જંગમ મિલ્કત : 7,22,833 - પત્ની 8,85,680 હાથ ઉપર રોકડ : 15,000 - પત્ની 10,000 આવકવેરો : 13,68,280 લોન : 16000 કાર : ઇનોવા- 6,00,000 સોનુ : પોતે- નીલ - પત્ની -10 તોલા