મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 7 જાન્યુઆરી ને બુધવારના રોજ 1635 ક્વિન્ટલ એટલે કે 8175 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1635 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આ ઉપરાંત આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 568 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. મગફળીના સૌથી ઉંચા ભાવ 1320 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 550, તલના 1425, જીરુંના 4080, જુવારના 800, અડદના 1224, ચણાના 1079, કાળા તલના 3000 અને સિંગફાડાના 1491 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 400, કારેલાના 800, ગુવારના 1700, ભીંડાના 900, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 500, દુધીના 260 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.