નાના બાળકોએ કૃતિઓ રજૂ કરી દેશભક્તિનો માહોલ સર્જ્યો: પ્રમુખ મહેશભાઈ ઘોડાસરાના હસ્તે ધ્વજવંદનમોરબી અપડેટ: મોરબીની સનફ્લોરા હાઈટ્સ સોસાયટી ખાતે ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આન, બાન અને શાન સાથે કરવામાં આવી હતી. આ અવસરે સનફ્લોરા હાઈટ્સના પ્રમુખ મહેશભાઈ ઘોડાસરાના હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સોસાયટીના બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સોસાયટીના નાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં સુંદર દેશભક્તિપૂર્ણ કૃતિઓ રજૂ કરી હતી. દેશભક્તિના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મગનભાઈ જાકાસણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.આગામી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં બાળકો કોઈ પણ ડર વિના મૌલિકતાથી સ્ટેજ પર પોતાની રજૂઆત કરી શકે તે માટે તેમને શીલ્ડ આપીને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીભાઈ વી.સરડવા દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #IndependenceDay #80thIndependenceDay #SunfloraHeights #FlagHoisting #Patriotism #MorbiNews #GujaratNews