વિવિધ સ્થળોએ આન-બાન-શાન સાથે લહેરાવાયો તિરંગો: દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું મોરબી અપડેટ: સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લાભરમાં 15 ઓગસ્ટ 2026 ના રોજ ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથકની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય કાર્યાલય, ઔદ્યોગિક એકમો અને સામાજિક સંગઠનો દ્વારા આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશના અમર શહીદોને યાદ કરી નમન કરવામાં આવ્યા હતા. મેઘાણીવાડી પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદનમોરબીની મેઘાણીવાડી પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવાયોમોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન સંપન્ન થયું હતું. ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાયું હતું તેમજ સમગ્ર પરિસર 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના વિવિધ સંકુલોમાં ત્રિરંગો લહેરાયોનવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ શાખાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નવયુગ વિદ્યાલય (મોરબી) ખાતે RSSના જિલ્લા શારીરિક શિક્ષક પ્રમુખ ડૉ. વિવેકભાઈ સંઘણીના હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું હતું. કાર્યક્રમમાં NCC બોયઝ બટાલિયન દ્વારા પરેડ, તિરંગા યાત્રા, દેશભક્તિ ક્વિઝ અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. નવયુગ પ્રિ-સ્કૂલ ઇન્ટરનેશનલ ખાતે RSS મોરબી નગર બૌદ્ધિક પ્રમુખ પ્રેમલભાઈ ફિચડિયા દ્વારા ધ્વજવંદન કરાયું હતું અને બાળકોને રાષ્ટ્રપ્રેમના સંસ્કારોથી માહિતગાર કરાયા હતા. તેમજ નવયુગ સંકૂલ (વિરપર) ખાતે સીમા જાગરણ મંચના પ્રાંત સહ-સંયોજક હિરેનભાઈ વિડજાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. જ્યાં KGથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક નૃત્ય, દેશભક્તિ સ્પીચ, વેશભૂષા, નાટક અને NCC પરેડની પ્રસ્તુતિ કરી હતી.લાલપર ખાતે 160 ફૂટની ઊંચાઈએ ક્રેન દ્વારા તિરંગો લહેરાવાયોમોરબીના લાલપર સ્થિત સંતકૃપા ક્રેનના મયુરભાઈ અઘારા દ્વારા વિશાળ ક્રેનની મદદથી 160 ફૂટની ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આકાશમાં લહેરાતો વિશાળ તિરંગો હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં આકર્ષણ અને ગૌરવનું કેન્દ્ર બન્યો હતો.ખાખરેચી ગામે 4 શાળાઓ દ્વારા સંયુક્ત ઉજવણી અને વિદ્યાર્થીઓનું સન્માનમાળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ, કન્યા શાળા, કુમાર શાળા અને મિશ્ર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સરપંચ વનિતાબેન દિનેશભાઈ પારજીયાના હસ્તે પરેડ સાથે ધ્વજવંદન સંપન્ન થયું હતું. ઉપસરપંચ મેહુલભાઈ મેવાડા, તાલુકા પંચાયત સદસ્ય શોભાબેન સંખેસરીયા, તલાટી અશોકભાઈ ફોક તેમજ આચાર્ય મેહુલભાઈ ભોરણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત’ વિષય પર વક્તવ્ય અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ અવસરે ધોરણ 9થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક કિશનભાઈ પટેલે અને આભાર દર્શન આચાર્ય મિલનભાઈ કાવરે કર્યું હતું.ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં પર્યાવરણ જતન સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયોગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં શાળા પરિસરને ફૂલ-છોડ અને વૃક્ષોના રોપાઓથી આકર્ષક રીતે શણગારી દેશભક્તિની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.વાંકાનેરના સિંધાવદર સ્થિત SMP હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદનવાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલી SMP હાઈસ્કૂલ ખાતે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાયું હતું. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીતના ગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.ચકમપર પ્રાથમિક શાળામાં ઉજવણી અને ઇનામ વિતરણચકમપર પ્રાથમિક શાળામાં ગામના સરપંચ કાલરીયા માણેકબેન પરસોતમભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ 3 વિજેતા બાળકોને સામાજિક યુવા આગેવાન કાલરીયા રવિભાઈ પરસોતમભાઈ તરફથી આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પેંગ્વિન સિરામિક્સ ખાતે ઉત્સાહભેર ઉજવણીમોરબી સ્થિત પેંગ્વિન સિરામિક્સ પ્લાન્ટ ખાતે કર્મચારીઓ અને પેંગ્વિન પરિવારે એકત્ર થઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને એકબીજાને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.મોરબીની સનફ્લોરા હાઈટ્સ સોસાયટીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીસનફ્લોરા હાઈટ્સ સોસાયટી ખાતે ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ 80 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આન, બાન અને શાન સાથે કરવામાં આવી હતી. આ અવસરે સનફ્લોરા હાઈટ્સના પ્રમુખ મહેશભાઈ ઘોડાસરાના હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સોસાયટીના બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સોસાયટીના નાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં સુંદર દેશભક્તિપૂર્ણ કૃતિઓ રજૂ કરી હતી. દેશભક્તિના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ...