ટંકારા : ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયનું ધોરણ 10નું 98.73% જેટલું ઉચ્ચું પરિણામ આવ્યું છે. જેમાં શાળાની 8 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 39 વિદ્યાર્થિનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગણિતમાં હિન્સુ યસ્વીએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. શાળામાં 97.64 પીઆર સાથે પ્રથમ ક્રમે અંદોદરિયા માહી, બીજા ક્રમે 97.40 પીઆર સાથે ઘોડાસરા જાનકી અને 97.27 પીઆર સાથે ત્રીજા ક્રમે આંજોલીયા ઋષિ રહી છે. આ સર્વે વિદ્યાર્થિનીઓને ટ્રસ્ટ પરિવાર, શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.ઓરપેટ કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ શાળા હોય દીકરીના અભ્યાસુ બનાવવાની નેમ ટેક સાથે પ્રત્યેક વર્ષે ઉચ્ચું પરિણામ આપી અવ્વલ નંબરનું સ્થાન જાળવી રાખ્યું છે. એક પણ રૂપિયો ખર્ચ વિના અહીં છાત્રાઓને પોતાના સ્વપ્ન સાકાર કરવા પરફેક્ટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.