મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવેલ B.Com Sem-1ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ અકાઉન્ટીંગ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-1 ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજના એક સાથે આઠ-આઠ વિધાર્થીઓએ કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય ગણાતા અને પાયાના વિષય એવા એવા Accounting વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેમાં વિધાર્થી ભાઈઓએ પણ 100 માંથી 100 ગુણ મેળવીને સિદ્ધિ મેળવી છે. જેમાં બાવરવા અભી, દસાડીયા ઉમંગ, ગરચર રુદ્રવ, વાઘેલીયા પૃથ્વિક, લોરિયા કિરણ, તથા વિધાર્થીની બહેનોમાં જાડેજા તેજસ્વીનીબા, મીરાણી હિતીશા અને ઝાલરીયા દેવીએ Accounting વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે.તથા કોલેજમાં પ્રથમ નંબરે કાનાણી કવિતા, દ્વિત્ય નંબરે કક્કડ ક્રિશા તથા તૃતિય નંબરે કણઝરિયા પ્રદીપ રહ્યા હતા.આ અભૂતપૂર્વ સફળતા બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.