હળવદ :હળવદ પોલીસે બાતમીના આધારે રાતાભેર ગામે ખુલ્લા વાડામાં ધમધમતા જુગરધામ પર દરોડો પાડી ત્યાં જુગાર રમતા 8 શખ્સોને 41700ની રોકડ સાથે રંગેહાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ જુગારની રેડની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે હળવદ પોલીસ સ્ટાફે હળવદના રાતાભેર ગામે રોહિતભાઈ ધીરુભાઇ પરમારના ખુલ્લા વાડામાં જુગરધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ત્યાં દોરડો પડ્યો હતો.પોલીસે ત્યાં જુગાર રમતા રોહિત ધીરુભાઈ પરમાર, હસમુખભાઈ મગનભાઈ મારવણીયા, અરજણભાઈ તેજાભાઈ પડસાડીયા, ભરતભાઇ ભાવસંગભાઈ પરમાર ઘનશ્યામભાઈ હઠીભાઈ ચૌહાણ, લાલાભાઈ વજાભાઈ ચૌહાણ, નિતેશભાઈ રતિલાલભાઈ અદ્રોજા, વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણને રૂ.41700ની રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en