મોરબી : મોરબી બાયપાસ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં આજે ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હાલમાં મળતી માહિતી મુજબ એક દીવાલ ધરાશાયી થતા અંદાજે 8 જેટલા કોલોના દબાઈ જવાથી મોત થવાની અરેરાટી ભરી ઘટના સર્જાઈ છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબીના બાયપાસ રોડ વિસ્તારમાં આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં ભારે વરસાદના પગલે એક મહાકાય દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલને અડીને આવેલા ચાર જેટલા ઝૂંપડામાં અંદર રહેલા અનેક લોકો દીવાલ માથે પડતા દબાઈ ગયા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ આ દુર્ઘનાટમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં દબાયેલા 13 લોકોને બહાર કાઢી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. મૃતકોના નામ તેજલ સોનુભાઈ ખરાડી ઉ.13 અક્લેનભાઈ શેનૂભાઈ ખરાડી ઉ.14 લલીતાબેન શેનૂભાઈ ખરાડી ઉ.16 કસમાબેન શેનૂભાઈ ખરાડી ઉ.30 વિદેશભાઈ ડામોર ઉ.20 આશાબેન પુંજાભાઈ આંબાલિયા ઉ.15 કલિતાબેન વિદેશભાઈ ડામોર ઉ.19 કાળીબેન અબ્બુભાઈ ઉ.18