વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે રેઇડ પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો: 30,800ની રોકડ જપ્તવાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સતાપર ગામની સીમમાં હેમાભાઇ કાળાભાઇની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા 8 ઇસમોને કુલ 30,800 રૂપિયાની રોકડ રકમ તથા ગંજીપતાના પાના સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓના નામ: 1. છનાભાઇ જેમાભાઇ ડાભી (રહે. સતાપર, વાંકાનેર) 2. સુરેશભાઇ નાગજીભાઇ ગણાદીયા (રહે. સતાપર, વાંકાનેર) 3. નવધણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઇ ગણાદીયા (રહે. સતાપર, વાંકાનેર) 4. હિતેશભાઇ જીવરાજભાઈ ધાડવી (રહે. વિનયગઢ, વાંકાનેર) 5. હેમાભાઇ કાળાભાઇ ધરજીયા (રહે. સતાપર, વાંકાનેર) 6. હકાભાઇ કેશભાઇ ગણાદીયા (રહે. સતાપર, વાંકાનેર) 7. વેરશીભાઇ તેજાભાઇ મકવાણા (રહે. વિનયગઢ, વાંકાનેર) 8. નવઘણભાઇ ચોથાભાઇ રાઠોડ (રહે. વિનયગઢ, વાંકાનેર) કામગીરી કરનાર અધિકારી: આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર બી.વી.પટેલ, પો.સબ.ઇન્સ ડી.વી.ખાંભલા, એ.એસ.આઈ. ક્રિપાલસિંહ ચાવડા, પો.હેડ.કોન્સ જશપાલસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળીયા, પો.કોન્સ. સામતભાઈ છુછીયા, બ્રીજેશભાઇ બોરીચા તથા શકતિસિંહ પરમાર જોડાયા હતા.#Morbi #Wankaner #MorbiPolice #GamblingRaid #CrimeNews #MorbiUpdate #GujaratPolice