મહાનગર પાલિકામાં કામના ભારણને કારણે રાજીનામાનો દૌર શરૂ ; છ વર્ક આસિસ્ટન્ટ, બે આસિસ્ટન્ટ ઈજનેર અને ચાર કાયમી કર્મચારીઓએ નોકરી છોડીમોરબી : મોરબી મહાનગર પાલિકા બન્યાને હજુ છ મહિનાનો સમયગાળો પૂર્ણ નથી થયો ત્યાં જ મહાનગર પાલિકાના કર્મચારીઓ કામના બોજ તળે દબાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ કોર્પોરેશને શહેરની વિકાસની ગાડી પાટે ચડાવવા અને રોજિંદી કામગીરી માટે 78 કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરી છે.પરંતુ કોર્પોરેશનમાં નોકરી મળ્યાના પંદર દિવસમાં જ 78 કરાર આધારિત કર્મચારીઓમાંથી આઠ કરાર આધારિત કર્મચારીઓએ રાજીનામાં ધરી દીધા છે ઉપરાંત ચાર કાયમી કર્મચારીઓએ પણ મહાપાલિકાને અલવિદા કરી દીધું છે.મોરબી શહેર ઉપરાંત આજુબાજુના 12 ગામડાઓને મોરબીમાં સમાવી લઈ તા.01-01-2025ના નવા વર્ષના પ્રારંભે જ મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આવવામાં આવ્યો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની નિમણુંક બાદ મોરબીને નમૂનેદાર શહેર બનાવવા માટે કાર્યવાહી શરૂ કરી 78 કરાર આધારિત કર્મચારીઓ તેમજ નગરપાલિકાના જુના કર્મચારીઓની ટીમ સાથે હાલમાં રોજિંદી સફાઈ, પાણી વિતરણ, ગાર્બેજ કલેક્શન અને પ્રજજનોની અન્ય રૂટિન કામગીરી માટે 11 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. મહાનગર પાલિકાના ઉદય સાથે જ કોર્પોરેશન માટે મુશ્કેલીઓ પણ આવી રહી છે જેમાં છેલ્લા 15 દિવસમાં જ એક ડઝન કર્મચારીઓએ રાજીનામાં ધરી દીધા છે.મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓએ સ્વૈચ્છીક નિવૃત્તિ લેવા રાજીનામાં આપી દેવાની સાથે જ કોર્પોરેશને તાજેતરમા ભરતી કરેલા 78 કર્મચારીઓ પૈકી દશાડિયા ભાવેશ, ચાવડા વિભૂતિ અને ખૂટ પાર્થ પરેશભાઈ નામના કરાર આધારિત વર્ક આસિસ્ટન્ટ દ્વારા રાજીનામાં ધરી દીધા છે.સાથે જ જય ભટ્ટ, દલવાણી સિકંદર અને નકુમ દર્શન નામના કરાર આધારિત વર્ક આસિસ્ટન્ટ નોકરી મળવા છતાં પણ ફરજ ઉપર હાજર થયા નથી. આ ઉપરાંત સાયટીકા જીલા અને સાગર તન્ના નામના આસિસ્ટન્ટ ઇજનેરે પણ રાજીનામુ ધરી દેતા મહાનગર પાલિકાની કામગીરીને અસર પડી હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, રાજીનામા પાછળ કામગીરીનું ભારણ જવાબદાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના તમામ વિસ્તારમાં લોકોને સ્થાનિકે જ સુવિધા મળી રહે અને મહાનગર પાલિકા સુધી ધક્કા ન ખાવા પડે તે માટે અલગ -અલગ 11 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે જેમાં વર્ક આસિસ્ટન્ટથી લઈ અન્ય કર્મચારીઓની ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાજીનામાં આપી દેનાર ત્રણ વર્ક આસિસ્ટન્ટ પણ ક્લસ્ટરના મુખ્ય જવાબદાર કર્મચારીઓ હોય આ રાજીનામાં બાદ મહાનગર પાલિકાની કામગીરીને અસર પડવાની શક્યતા જોવાઈ રહી છે.રાજીનામાં આપી દેનાર કરાર આધારિત કર્મચારીઓ1. દશાડિયા ભાવેશ (વર્ક આસિસ્ટન્ટ)2. ચાવડા વિભૂતિ (વર્ક આસિસ્ટન્ટ)3 . ખૂટ પાર્થ પરેશભાઈ (વર્ક આસિસ્ટન્ટ)4. જય ભટ્ટ (વર્ક આસિસ્ટન્ટ)5. દલવાણી સિકંદર (વર્ક આસિસ્ટન્ટ)6. નકુમ દર્શન (વર્ક આસિસ્ટન્ટ)7. સાયટીકા જીલા (આસિસ્ટન્ટ ઇજનેર)8. સાગર તન્ના નામના (આસિસ્ટન્ટ ઇજનેર)સ્વૈચ્છીક નિવૃત્તિ લેનાર કર્મચારીઓ1.નિરંજન ભટ્ટ2.સંજયસિંહ રાઠોડ3.લાખુભા ઝાલા4.જે.કે. સોલંકી