ડેમમાંથી 20088 ક્યુસેક પાણી નદીમાં છોડાયું, નીચાણવાસના 21 ગામોના લોકોને નદીના પટમાં ન જવા વહીવટી તંત્રની તાકીદમોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમમાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયું છે અને હજુ પણ પાણીની આવક ચાલુ છે. વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતાં તંત્ર દ્વારા દરવાજા વધારે ખોલવા અંગેનો ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.તારીખ 25/07 ના રોજ સવારે 8:30 કલાકની સ્થિતિએ મચ્છુ-3 ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ 20088 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેની સામે એટલું જ એટલે કે 20088 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ મેસેજ એચ. વી. કાસુન્દ્રા દ્વારા જારી કરવામાં આવ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના નીચાણવાસમાં આવતા ગામોના લોકોને સાવચેતીના પગલાં લેવા તેમજ નદીના પટમાં બિલકુલ અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ બાબતની જાણકારી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી (ગ્રામ્ય વિભાગ), અધિક્ષક ઈજનેર સહિતના તમામ સંબંધિત અધિકારીઓને કરી દેવામાં આવી છે.નીચાણવાસમાં એલર્ટ કરાયેલા ગામોમોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા, માળિયા (મિયાણા) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિયાણા), હરીપર, ફતેપરને એલર્ટ કરાયા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Machhu3Dam #Monsoon2026 #MorbiTaluka #MaliyaTaluka #DamAlert #RainUpdate