લીલાપર રોડ અને નાની વાવડી ગામે એ ડિવિઝન પોલીસના બે દરોડા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શ્રાવણીયા જુગાર ઉપર બે અલગ - અલગ દરોડા પાડી ત્રણ મહિલા સહિત 8 જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં નાની વાવડી ગામે કબીર આશ્રમ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી કિશનચંદ્ર ઉર્ફે કિશોરભાઈ નારણભાઈ વાઘેલા, દિપકભાઈ પોપટભાઈ ટુંડીયા, દિનેશભાઈ આલાભાઈ મકવાણા અને મહેશભાઈ ભોજાભાઈ ઉભડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળીયા કવાટર્સ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મોહનભાઇ કિશનભાઇ મારવાડી, મુમતાજબેન હાજીભાઇ પલેજા, જાહીદાબેન હુશેનભાઇ ત્રાયા અને શાયરાબેન રફીકભાઇ નારેજાને રોકડા રૂપિયા 2900 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.