વાડીના શેઢે જુગાર રમતા આરોપીઓ પાસેથી 1,71,500 રોકડા કબ્જે હળવદ : હળવદ તાલુકાના માથક ગામની કરાર સીમમાં વાડીના શેઢે ઝાપા પાસે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા આઠ જુગારીઓ રોકડા રૂપિયા 1,71,500ની રોકડ સાથે ઝડપાઇ જતા પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે કરાર નામની સીમમાં આરોપી રોહિત કોળીની વાડીના ઝાપા પાસે દરોડો પાડી જાહેરમાં જુગારની મજા માણી રહેલા આરોપી રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર, અજીતભાઇ દિનેશભાઇ રાતૈયા, હેમુભાઇ અરજણભાઇ ભોરણીયા, મેરૂભાઇ ખેતાભાઇ લાંબરીયા, મુકેશભાઇ વિહાભાઇ ડાભી, ભરતભાઇ પરબતભાઇ હેણ, કાળુભાઇ ખોડાભાઇ ડાંગર અને અસરફ ઉર્ફે અસો હબીબભાઇ વડગામાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,71,500 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.