મોરબી : મોરબી એસટી વિભાગમાં છેલ્લા 2 દિવસથી કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે 75 કર્મચારીઓના ટેસ્ટ કરાયા હતા. બાદમાં આજે 54 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ બે દિવસમાં 8 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે. જેમાં 4 ડ્રાઇવર, 1 કંડકટર, 1 ક્લાર્ક અને 2 હેલ્પરનો સમાવેશ થાય છે. તેમ ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું છે.