પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.26,200 કબ્જે કર્યા વાંકાનેર : શ્રાવણીયા જુગારની બદીએ હવે માજા મુકતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.જેમાં વાંકાનેર પોલીસ સ્ટાફે ગતરાત્રે વાંકાનેરના નવા રાતીદેવડી ગામે શ્રાવણીયો જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લીધા હતા.તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 26,200 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વકાનેરની સીટી પોલીસ ટીમે ગતરાત્રે પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગારની રેઇડ કરી હતી અને જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ વશરામભાઇ ઉર્ફે વસી પ્રેમજીભાઇ વરાણીયા, મનખભાઇ ઉર્ફે મટલો લધુભાઇ મદ્રેસાણીયા, રાહુલભાઇ રામજીભાઇ સોલંકી, નિઝામુદીન વલીમહમદ માથકીયા, અનીલભાઇ નારણભાઇ મકવાણા, રતાભાઇ માલાભાઇ ગમારા, ગોપાલભાઇ લધુભાઇ મદ્રેસાસીયા, ભરતભાઇ ઉર્ફે ભુરો ગુણવંતભાઇ દેદાને રોકડા રૂ.26200 સાથે ઝડપી લીધા હતા. આ જુગારની રેઇડની કામગીરીમાં એ.એસ.આઇ એમ.આગામેતી તથા પો.કોન્સ. શતિસિંહ જનકસિંહ જાડેજા તથા પો.કોન્સ જનકભાઈ વલ્લભભાઇ ચાવડા તથા પો.કોન્સ છનાભાઇ બચુભાઈ રોજાસરા તથા પો.કોન્સ મુકેરાભાઈ વિશાભાઈ ફાંગલીયા વિગેરે જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..