મોરબી અપડેટ (ટંકારા) : ટંકારા તાલુકાના લજાઇ ગામમાં એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટંકારા પોલીસને બાતમી મળી હતી કે લજાઇ ગામના ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે. આ ચોક્કસ બાતમીના આધારે આજે બપોરે 2 વાગ્યે પોલીસે દરોડો પાડતા રોયલ ચેલેન્જ બ્રાન્ડની 180 ml ની 8 શીલપેક બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 1160 રૂપિયાનો પ્રોહીબિશન મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા ઘરે હાજર મળી આવ્યા ન હોય તેની શોધખોળ હાથ ધરી છે. #MorbiUpdate #TankaraPolice #ProhibitionAct #GujaratPolice #LiquorRaid #LajaiVillage #MorbiNews #CrimeNews