સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે શહેરના ઈન્દિરાનગર અને ત્રાજપર વિસ્તારમાં જુગારના અલગ-અલગ બે દરોડામાં આઠ જુગારીઓને પાના ટીચતાં રંગે હાથ ઝડપી લઈ કુલ રૂપિયા 14,200 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. જુગાર અંગેના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ઈન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં દરોડો પાડી આરોપી ભરતભાઈ કરશનભાઈ ગેડાણી, અલ્પેશભાઈ પ્રેમજીભાઈ થરેશા, યોગેશભાઈ વીક્રમભાઈ ધોળકીયા, હીરેનભાઈ વીક્રમભાઈ ધોળકીયા અને રવીભાઈ પીતાબરભાઈ લોદરીયાને સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,700 કબ્જે કર્યા હતા. જયારે બીજા દરોડામાં પોલીસે ત્રાજપર ગામમાં મયુર સોસાયટી વાળી શેરીમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જગદીશભાઇ ગોરધનભાઇ વરાણીયા, હીતેશભાઇ જેઠાભાઇ ટીડાણી અને મહેશભાઇ ગોરધનભાઇ વરાણીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.