મોરબી શહેરમાં હાઈએસ્ટ 45 કેસ નોંધાયા : જિલ્લામાં 18 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં આજે નવા 78 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 45 કેસ નોંધાયા છે.આ સાથે જિલ્લામાં આજે 18 દર્દીઓ સાજા પણ થયા છે. મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 1645 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 78 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં 45 કેસ, મોરબી ગ્રામ્યમાં 20, વાંકાનેર શહેરમાં 3, હળવદ શહેરમાં 1, હળવદ ગ્રામ્યમાં 2 અને ટંકારા ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. વધુમાં આજે મોરબી જિલ્લામાં કુલ 18 દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી 14, ટંકારા તાલુકામાંથી 1 અને માળિયા તાલુકામાંથી 3 દર્દી સાજા થયા છે. કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 6990 કેસ નોંધાયા છે. આજ દિવસ સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6272 છે. હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 377 છે.