મોરબી : મોરબીમાં અવની ચોકડી પાસે આવેલી શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાકુંજ સોસાયટીના તમામ બાળકો, વડીલો તેમજ મહીલાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષક ભવાનભાઈ કગથરા દ્વારા રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ તેમજ તેનો ઈતિહાસ જણાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા અભિયાનમાં સોસાયટીના સૌ લોકોને સહભાગી થવાની અપીલ કરવામાં આવી હતી.