મોરબી : મોરબીની આદર્શ નિવાસી શાળામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસતાક પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, દેશભક્તિ ગીત, ડાન્સ તથા પિરામીડ જેવી વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી.લાવડીયા સહીત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે એલ.વી.લાવડીયા દ્વારા દરેક વિદ્યાર્થીઓને એક-એક બોલપેન તથા ફુલસ્કેપ બુક આપી દેશમાં તંદુરસ્ત નાગરિક અને સારા સમાજની રચના થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.