મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 6 ઓક્ટોબર ને સોમવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, મગ, અડદ, ચણા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 755 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1519 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 253 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 554 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 116 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1891 રૂપિયા સુધી બોલાયા હતા. તો જીરુંના 3440, બાજરાના 393, તુવેરના 1227, મગના 1550, અડદના 1111, ચણાના 970 અને કાળા તલના 3400 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.