હળવદ : હાલ રેશનકાર્ડમાં E-KYC કરાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હળવદ તાલુકામાં એનએફએસએ યોજનામાં E-KYCની 75.14 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બાકી રહેતી કામગીરી 30 એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હોય હળવદ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકોને આ પ્રક્રિયા 30મી એપ્રિલ સુધી કરાવી લેવા અનુરોધ કરાયો છે.રેશનકાર્ડ ઉપર દર માસે સરકારની સબસિડીવાળું અનાજ મેળવતા હોય અને કેવાયસી કરાવેલ ન હોય તો તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લેવા જણાવાયું છે. લોકોને કેવાયસી કરાવવા માટે તકલીફ ન પડે તે માટે રજાના દિવસે પણ કેવાયસીની કામગીરી મામલતદાર કરેચી પુરવઠા શાખામાં ચાલુ રહેશે. જેથી તમામ રેશનકાર્ડ ધારકોને આ ઈ-કેવાયસી કરાવી લઈ 30 એપ્રિલ સુધીમાં 100 ટકા ઈકેવાયસી પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા ગામમાં કેમ્પ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.