રાજાશાહી સમયેથી અસ્તિત્વમાં આવેલ મોરબી સુધરાઈ 1950મા નગરપાલિકા બની : 35 હજારની વસ્તી સાથે પાલિકા બની હતીમોરબી : સમગ્ર વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો છે , બીજી તરફ નગરપાલિકાના 74 વર્ષના સમયગાળામાં મોરબીએ એક, બે, કે ત્રણ નહિ પણ 57 જેટલા પ્રમુખો જોયા છે ઉપરાંત 11 વખત વહીવટદારોનું શાસન રહ્યું હતું,મોરબી શહેરમાં રાજાશાહી સમયથી નગરપાલિકા એટલે કે, સુધરાઈ અસ્તિત્વમાં છે, 1950થી સુધારાઈ તરીકે અસ્તિત્વમાં આવેલ મોરબીમાં 35 હજારની વસ્તી સાથે 1950મા પ્રાણલાલ પી.દોશી પ્રથમ પ્રમુખ તરીકે સતા ઉપર બિરાજ્યા હતા. બીજી તરફ 1950થી લઈ 2023 સુધીમાં કુલ 57 જેટલા પ્રમુખો અને 11 વખત વહીવટદારોએ મોરબીની શાસનધુરા સંભાળી ચુક્યા છે.મોરબીમાં રાજાશાહી સમયથી જ સુધરાઈ એટલે કે નગર પાલિકા અસ્તિત્વમાં હતી જે 1960માં નગરપાલિકા બન્યા બાદ ગુજરાત સરકારે 2024ના બજેટમાં સતાવાર રીતે નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપ્યાના 11 માસ બાદ સરકારે 1-01-2025 ના રોજ મોરબીને મહાનગરપાલિકા અસ્તીત્વમાં આવી.ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા પૂર્વે વર્ષ 1950મા પ્રાણલાલ દવે, ડો.રતિલાલ મહેતા, ડો.તખ્તસિંહ જાડેજાથી લઈ વર્ષ 2021 સુધીમાં કુસુમબેન કે.પરમાર સુધીના શાસકો સતા ઉપર આવ્યા હતા જેમાં નાગરિક મંડળ, પ્રજા મંડળ, જનસંઘ, કોંગ્રેસ અને 1995મા પ્રથમ મહિલા પ્રમુખ બાદ ભાજપ શાસક પક્ષ તરીકે આવ્યું હતું જેમાં વહીવટદાર અને ઇન્ચાર્જ પણ સત્તામાં આવ્યા હતા. વર્ષ 2004 એટલે કે 20 વર્ષ પહેલા મોરબીને મહાનગર પાલિકા બનાવવા માટે તત્કાલીન પ્રમુખ લાખાભાઈ જારીયાએ દરખાસ્ત કરી હતી જે બાદ અવાર નવારની રજૂઆતને અંતે મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનાવી છે_______________________________મોરબીમાં 1995માં પ્રથમ વખત ભાજપનું કમળ ખીલ્યુંમોરબી : મોરબી નગરપાલિકાના 74 વર્ષના ઇતિહાસમાં અનેક રાજકીય પક્ષોનો ઉદય-અસ્ત થયો હતો જેમાં સૌ પ્રથમ 1950થી 1967 સુધી ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ નાગરિક મંડળનું રાજ ચાલ્યું હતું, જે બાદ 1967માં પ્રજામંડળ અસ્તિત્વમાં આવ્યું જે 1974 સુધી શાસનમાં રહ્યા બાદ 1975માં સૌ પ્રથમ વખત જનસંઘના મહાનંદ જેસ્વાણી સતા ઉપર આવ્યા હતા.વર્ષ 1991માં પુનઃ નાગરિક મંડળ સત્તામાં આવ્યું અને 1995માં પ્રથમ મહિલા પ્રમુખ દિનાબા જાડેજા સત્તા ઉપર બિરાજમાન થયા જે બાદ 1995માં ભાજપનો ઉદય થયો અને નાગરિક મંડળના અગેવાનો ભાજપ સાથે જોડાઈ ગયા હતા.આશ્ચર્યજનક બાબત એ છે કે દેશની જૂનામાં જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ મોરબીમાં પ્રથમ વખત 2015માં પ્રથમ વખત સતામાં આવી હતી અને એ પણ પાટીદાર અનામત આંદોલનના પરિણામ સ્વરૂપ, જે બાદ કોંગ્રેસ સતા ન જીરવી શકતા અઢી વર્ષમાં બળવો થતા વિકાસ સમિતિ, ભાજપ સહિત ત્રણ પ્રમુખ બદલાયા હતા અને છેલ્લે કેતન વિલપરા પ્રમુખ તરીકે 2020 સુધી શાસન કરી શક્યા હતા. છેલ્લે મોરબીની જનતાએ તમામ બાવન બેઠક ભાજપને ભેટ ધર્યા બાદ ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાતા પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત સુપરસીડ થઈ હતી. ત્યારથી 31-12-2024 સુધી વહીવટદારે શાસન કર્યું અને 1-01-2025 ના રોજ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી _______________________________નગરપાલિકાના પ્રમુખોના નામની યાદીપ્રાણલાલ દોશી- 01-04-1950 થી 20-09-1950ડો. રતિલાલ મહેતા- 21-09-1950 થી 20-09-1959ડો. તખ્તસિંહજી જાડેજા- 21-09-1959 થી 04-04-1960ડો. મનહરલાલ દફ્તરી- 28-04-1960 થી 28-07-1961નટવરલાલ વેદ- 07-09-1961 થી 30-06-1962ભાનુશંકર જાની- 01-07-1962 થી 09-07-1963દુલેરાય સંઘવી- 10-07-1963 થી 05-06-1966નટવરલાલ વેદ- 06-06-1966 થી 30-06-1967મગનલાલ સોમૈયા- 01-07-1967 થી 30-06-1969વિરજીભાઈ સાવરીયા- 01-07-1969 થી---------રમેશભાઈ દફતરી- 07-07-1969 થી 22-09-1970ગુણવંતરાય શાહ- 03-10-1970 થી 10-05-1973મગનલાલ સોમૈયા- 28-05-1973 થી 14-01-1974મહાનંદ જેસ્વાણી- 15-01-1974 થી14-01-1976દશરથસિંહ સરવૈયા- 15-01-1976 થી 15-07-1977મહાનંદ જેસ્વાણી- 04-08-1977 થી 30-11-1978ભાનુભાઈ રૈયાણી- 27-12-1978 થી 30-06-1979રતિલાલ દેસાઈ- 16-07-1979 થી 15-07-1983જોરૂભા જાડેજા- 16-07-1983 થી 15-06-1984એચ. સી. મહેતા (વહીવટદાર)- 16-06-1984 થી 21-08-1986પૂનમચંદભાઈ કોટક- 21-08-1986 થી 20-08-1988ડો. અંબરીષભાઈ ભટ્ટ- 21-08-1988 થી 20-08-1989પૂનમચંદભાઈ કોટક- 21-08-1989 થી 20-08-1990ડો. વિનોદરાય ભોજાણી- 21-08-1990 થી 25-01-1991સામતભાઈ જારીયા- 05-02-1991 થી 20-08-1992પંકજભાઈ જોષી (વહીવટદાર)- 21-08-1992 થી 22-07-1993એમ. એ. પંડ્યા (વહીવટદાર)- 23-07-1993 થી 09-09-1993વી. થિરૂપુગાઝ (વહીવટદાર)- 10-09-1993 થી 28-01-1994મુકેશ પંડ્યા (વહીવટદાર)- 29-01-1994 થી 11-01-1995દીનાબા જાડેજા- 11-01-1995 થી 15-04-1995શરદભાઈ સંપટ- 16-04-1995 થી 08-05-1995હંસાબેન ઠાકર- 09-05-1995 થી 10-01-1996અનોપસિંહ જાડેજા- 11-01-1996 થી 10-01-1997જયશ્રીબેન ઘોઘાણી- 11-01-1997 થી 15-11-1997અમરીશભાઈ ડુંગરા- 16-11-1997 થી 10-01-1998પ્રકાશભાઈ રવેશીયા- 11-01-1998 થી 05-11-1998નિરુબેન પરમાર- 06-11-1998 થી 13-12-1998ચુનિલાલ રાજપરા- 14-12-1998 થી 09-01-1999કલ્પનાબેન મહેતા (વહીવટદાર)- 09-01-1999 થી 29-07-1999જે. કે. ગઢવી (વહીવટદાર)- 29-07-1999 થી 29-03-2000પી. ડી. પલસાણા (વહીવટદાર)- 30-03-2000 થી 16-10-2000ચંદ્રિકાબેન સાગઠિયા- 16-10-2000 થી 01-05-2002લાખાભાઈ જારીયા- 02-05-2002 થી 13-06-2002ચંદ્રિકાબેન સાગઠિયા- 14-06-2002 થી 18-12-2002લાખાભાઈ જારીયા- 19-12-2002 થી 13-01-2003રવજીભાઈ સોલંકી- 15-01-2003 થી 15-04-2003લાખાભાઈ જારીયા- 16-04-2003 થી 15-10-2005આઈ. કે. પટેલ (વહીવટદાર)-15-10-2005 થી 21-12-2005પ્રદીપભાઈ વાળા- 21-12-2005 થી16-08-2006એ. કે. પટેલ- 17-08-2006 થી 15-09-2006પ્રદીપભાઈ વાળા- 16-09-2006 થી 14-06-2007એ. કે. પટેલ- 15-06-2007 થી 02-07-2007દેવાભાઈ સાવડીયા- 02-07-2007 થી20-06-2008સામતભાઈ જારીયા- 21-06-2008 થી 14-12-2010એ. કે. પટેલ-...