સીટી એ ડિવિઝન પોલીસે રૂ.27,750નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વજેપર વિસ્તારમાં દરોડો પાડી રૂપિયા 27,750ની કિંમતનો 74 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી મદન ન મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.પંડયાના સુપરવિઝન હેઠળ આજરોજ પીએસઆઇ આર.પી.રાણા, પોલીસ કોન્સટેબલ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાઘડીયા તથા આશીષભાઇ મગનભાઇ ડાંગરને મળેલી સંયુકત બાતમીને આધારે મોરબી વજેપર શેરી નં-11મા રહેતા હાર્દીક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરાના રહેણાક મકાનમાં રેઇડ કરતા આરોપીના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાથી પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર વન વ્હીસ્કીની બોટલ નંગ-74 કિમત રૂપિયા 27,750નો મુદામાલ મળી આવ્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાર્દીક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરા હાજર ન મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ આર.પી.રાણા, એ.એસ.આઇ જયપાલસિંહ ઝાલા, પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાઘડીયા, અરવિંદભાઇ ધીરુભાઇ ગડૈયા, પ્રભાતભાઇ અમૃતલાલ ગોહેલ તેમજ આશીષભાઇ મગનભાઇ ડાંગર વગેરે દ્વારા કરેલ હતી.