વાંકાનેર : વાંકાનેર પોલીસે બાતમીને આધારે રાજાવડલા ગામની સીમ ડીસ્ટી કેનાલ વાળા રોડ ઉપર આવેલ ખેતરમા દરોડો પાડી વિદેશી દારૂની 73 બોટલ ઝડપી પાડી હતી જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના રાજાવડલા ગામની સીમ ડીસ્ટી કેનાલ વાળા રોડ ઉપર આવેલ ખેતરમા વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે વાંકાનેર પોલીસે આરોપી પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકીના ખેતરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 73 બોટલ કિંમત રૂપિયા 26020નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે , દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.