વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવાકીય કાર્ય હાથ ધરાશે મોરબી : મોરબી જિલ્લાની તમામ ગૌશાળાઓમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આવતીકાલે રવિવારે 72 હજાર કિલો ઔષધયુકત સુખડી અર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવાકીય કાર્ય હાથ ધરાશે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે તા.9 ના રોજ રવિવારે સવારે 9 કલાકે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે કાંતિલાલ અમૃતિયા દ્વારા ખોખરા હનુમાનજી હરિહરધામ ખાતે કનકેશ્વરી દેવીના હસ્તે પ્રથમ ગૌમાતાઓને ઔષધયુક્ત સુખડી ખવડાવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાની તમામ ગૌશાળાઓમાં 72 હજાર કિલો સુખડીનું વિતરણ કરાશે. આ સેવાકાર્યમાં ભાજપના આગેવાનો, કોરોના દિવગતોના પરિવારો તેમજ ઘી, ગોળ, લોટના દાતાઓ અને ગૌપ્રેમીઓ જોડાશે.