મોરબી : મોરબી જિલ્લામાં 31 કેન્દ્રો ઉપર આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા લેવાઈ હતી. કુલ 9927 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમમાં 7102 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 2785 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં 1 વિદ્યાર્થી હાજર રહ્યો હતો. જ્યારે 39 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ કુલ 7103 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે 2824 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.