ટંકારા : ટંકારા પોલીસ મથકના લૂંટ- ધાડ તથા ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી મોહબત ભવરસિંહ ડાવર ઉ.વ.29 રહે. ચંચવેલ ગામની સિમ, તા.વાગરા જી.ભરૂચ, મૂળ રહે.બઇડા, હોલી ફળિયા, મધ્યપ્રદેશવાળાને મોરબી પેરોલ ફરલો સ્ક્વોડે ભરૂચ ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી ટંકારાના ત્રણ અને ગોંડલ તાલુકા તથા સિટીના એક-એક ગુનામાં સંડોવાયેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, એ.એસ.આઈ.હીરાભાઈ એમ.ચાવડા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, કોન્સ.સહદેવસિંહ જાડેજા, રણવીરસિંહ જાડેજા જોડાયા હતા.